અમદાવાદ જિલ્લામાં ધંધૂકા તાલુકાના પચ્છમ વિસ્તારમાં દીપડો અથવા અન્ય જંગલી જાનવર દેખાતાં સ્થાનિક લોકોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો. અચાનક જંગલી જાનવરના દેખા દેતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વિસ્તારમાં અગાઉના વર્ષોમાં દીપડા દેખાયા હતા, ત્યારે દીપડો ફરી આવ્યો હોવાની વાતો ગામની પ્રજામાં વહેતી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ધંધૂકા વન વિભાગની ટીમ એકશનમાં આવી હતી અને તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા તપાસ હાથ ધર્યા બાદ દેખાયેલું જંગલી જાનવર ઝરખ હોવાનું પુષ્ટિ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી અને સતર્કતા જાળવવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને જંગલી જાનવર દેખાય તો તેની નજીક જવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. હાલ વન વિભાગની ટીમ સમગ્ર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જંગલી જાનવરની હાજરીને પગલે પચ્છમ વિસ્તારના ગ્રામજનોમાં ચિંતા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો