ધાનેરા તાલુકાના જડીયા ગામે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ'ની તાલુકા કક્ષાની ઉજવણી અને આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાઈ હતી. ઉપસ્થિત સૌએ ભગવાન બિરસા મુંડાના અમૂલ્ય બલિદાનને યાદ કરી પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગની મકાન સહાય યોજનાના ત્રણ પાત્ર લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ મહાસંમેલનમાં પૂજ્ય બાપજી, રાજ્યસભા સાંસદ મયંક નાયક, ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રિંકુજી ઠાકોર, કાન્તિ ડાભી, મામલતદાર, ટી.ડી.ઓ.તેમજ ભાજપનાં રમેશ રોઝ, દિનેશ ચૌધરી, સતીશ જાની સહિતના રાજકીય આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને તાલુકાભરમાંથી આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
