ધાનેરા તાલુકાના સરાલ ગામે ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા ગ્રામીણ વિસ્તારમાં અવિરત અને પૂરતા વોલ્ટેજથી વીજ પુરવઠો મળી રહે તે હેતુથી એક મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સરાલ ગામે આશરે 4900 ચોરસ મીટરના વિસ્તારમાં રૂ. 2 કરોડના ખર્ચે અદ્યતન 66 કેવી (KV) વિદ્યુત સબસ્ટેશન આકાર પામશે. આ જાહેરાતથી સરાલ તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો અને રહીશોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઓવરલોડિંગના કારણે થતા વોલ્ટેજ ફ્લક્ચુએશન (ઘટ-વધ) ની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે સંજયભાઈ દેસાઈ એ જણાવેલ 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ સબ સ્ટેશનને કારણે સિંચાઈના સમયે ખેતીવાડી લાઈનમાં વારંવાર થતા ટ્રીપિંગ અને પાવર કટમાંથી ખેડૂતોને છુટકારો મળશે, જેથી ખેતી માટે પુરતો અને સીમલેસ વીજ પુરવઠો મળશે. ચોમાસા કે ઉનાળા દરમિયાન વીજળી ડૂલ થવાની મુશ્કેલી ઓછી થશે અને સ્થાનિક ધંધા-રોજગારને વેગ મળશે.
