બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નેનાવા ચેક પોસ્ટ ખાતે રાજસ્થાન તરફ્થી ગુજરાતમાં પ્રવેશતી એક સ્વીફ્ટ કારમાંથી ગેરકાયદેસર નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ધાનેરા પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂ. 8,89,000 ની કિંમતનો એમ્ફીટામીન અને મીથાએમ્ફીટામીન ડ્રગ્સનો જથ્થો તથા કાર સહિત કુલ રૂ. 12,25,800 નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં (1) માલવિક જીજ્ઞેશકુમાર ઠાકર (રહે. 62, સરદાર સોસાયટી, ડી.એસ.પી. ઓફ્સિ પાછળ, સુરેન્દ્રનગર; મૂળ રહે. જાનીફ્ળી, હળવદ, જિ. સુરેન્દ્રનગર) અને (2) રાજકુમાર મનીષભાઈ ચૌહાણ (રહે. 1, તુલસીનગર, ગાયત્રી મંદિર પાસે, સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે.
નેનાવા ચેક પોસ્ટ ખાતે રાજસ્થાન બાજુથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન રાજસ્થાન તરફ્થી ગુજરાતમાં પ્રવેશી રહેલી સ્વીફ્ટ કાર (નં.GJ-13-CB-5491) ને અટકાવી તલાશી લેતાં કારના અંદરના ભાગેથી પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલો એન.ડી.પી.એસ. લગત માદક પદાર્થ એમ્ફીટામીન અને મીથાએમ્ફીટામીનનો કુલ 88.9 ગ્રામ જથ્થો (કિંમત રૂ. 8,89,000) મળી આવ્યો હતો.પોલીસે ડ્રગ્સ, કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. રૂ. 12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
