સીમેજ ગામે આવેલી આદર્શ કેળવણી મંડળ સંચાલિત સીમેજ માધ્યમિક શાળામાં ધોરણ 10ના બોર્ડ પરીક્ષા કેન્દ્રની લાંબા સમયથી માંગ હતી. આ બાબતે સીમેજ આદર્શ કેળવણી મંડળ તેમજ ગ્રામ પંચાયત દ્વારા કિરીટસિંહ ડાભી સમક્ષ રજુઆત કરાઈ હતી. રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને ધારાસભ્ય દ્વારા ઉપર સ્તરે અસરકારક રજૂઆત કરાતા અંતે સીમેજ માધ્યમિક શાળાને ધો. 10ના બોર્ડ પરીક્ષા કેન્દ્ર તરીકે મંજૂરી મળી છે. મંજૂરી મળવાથી સીમેજ ગામ ઉપરાંત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને લાંબા અંતર સુધી જવું ન પડે, તેમજ સમય અને ખર્ચનો નોંધપાત્ર બચાવ થશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ સીમેજ આદર્શ કેળવણી મંડળ તથા સમગ્ર સીમેજ ગામ તરફ્થી કિરીટસિંહ ડાભીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા









