ધોળકા શહેરના ડમારવાડા વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરતા જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડયા છે. પોલીસને માહિતી મળી હતી કે ડમારવાડા વિસ્તારમાં રહેતા સાબીરભાઈ દાઉદભાઈ મનસુરી પોતાના મકાનના ઉપરના માળે જુગાર ચલાવી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. તેમજ સ્થળ પરથી કુલ 11 લોકોને ઝડપી પાડયા હતા. સ્થળ પરથી રોકડ રકમ રૂ. 18,200, 300 કોઈન તેમજ 4 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 29,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સંચાલક સાબીરભાઈ મનસુરી અને વિક્રમભાઈ નટવરભાઈ વાઘેલા, રમેશભાઈ નેમાજી ઠાકોર, પિન્ટુભાઈ ગુણવંતભાઈ પટેલ, રાજેશભાઈ ખાનાભાઈ પરમાર, ચંદુભાઈ કાળુભાઇ પરમાર, રજ્જબશા મહમદહુસેન દીવાન, સલીમભાઇ રજ્જાકભાઈ મનસુરી, લતીફ્શા હાજીશા દીવાન, ઉસમાનભાઈસિરાજભાઈ શેખ, જાવેદહુસેન જાકીરહુસેન શેખ રહે. ધોળકા, જી. અમદાવાદ)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધ્યો છે.

Gandhinagar: ધેધુ ચાર રસ્તા પાસેથી બાઈક પર 5 કિલો ગાંજો લઈ જતા 2 પેડલર ઝડપાયા









