ધોળકા : ધોળકામાં બગોદરા-ખેડા રોડ પર રહેતા નરેશભાઈ દોલુભાઈ વાઘેલાના નાના ભાઈ નરેન્દ્રભાઈ ઉર્ફે મુકેશભાઈ(ઉંમર 36) ગત તા. 23મી જુલાઈએ રાત્રે પોતાના બહેનના મકાનેથી મકરબા જવાનું કહીને નીકળ્યા હતા. પરંતુ ત્યારબાદ ઘરે પરત ર્ફ્યા નહોતા. પરિવારે તેમની ગુમ થવા અંગે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી. દરમિયાન તા. 5મી ઓગસ્ટે બપોરે ધોળકા દરબારજીન પાછળથી પસાર થતા પાણીના કાંસમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યાની જાણ થતાં પરિવારજનોએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. ફાયરબ્રિગેડ અને પોલીસની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે મૃતદેહ ફૂલી જતાં ઓળખવું મુશ્કેલ બન્યું હતું. પરંતુ મૃતકના ટી-શર્ટ પરથી પરિવારજનોએ ઓળખ કરી હતી કે આ મૃતદેહ નરેન્દ્રભાઈ ઉર્ફે મુકેશભાઈનો જ છે. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હોઈ શકે છે. બનાવને લઈને સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો