ધોળકા શહેરના પુલેન સર્કલથી કલિકુંડ તરફ્ જતા મુખ્ય માર્ગ પર સરકારી રેસ્ટ હાઉસ નજીક રોડ પર બે મોટા ભૂવા પડી જતાં વાહનચાલકોમાં ભય ફેલાયો છે. રોડ પર અચાનક 5 ફૂટથી વધુ ઊંડા ગાબડા પડી જતાં અહીંથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું ગંભીર જોખમ ઊભું થયું છે. ભરચક ટ્રાફ્કિ ધરાવતા આ માર્ગ પર મુસાફરી દરમિયાન અચાનક વાહન ભૂવામાં ખાબકે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધુ વધી શકે છે. મુખ્ય માર્ગ પર આટલા મોટા ભૂવા પડતાં રોડની કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા કોઈ મોટોઅકસ્માત સર્જાય તે પહેલાં પાલિકાનું તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ભૂવાનું સમારકામ કરાવે તેવી માંગ કરવામાં આવી છે.
