ધોળકા : ધોળકા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ગણેશપુરા ગણપતિ મંદિર ખાતે ગણેશ ચોથના પાવન દિવસે ભક્તિનો અને શ્રદ્ધાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા સહિત અન્ય રાજ્યના લોકો પણ ગણપતિ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દર્શનાર્થીઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શ્જય ગજાનંદશ્ ના નામથી મંદિર ગુંજી ઉઠયું હતું. મંદિરમાં દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનની લાઈન, પીવાના પાણી, પ્રસાદ અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભક્તોએ ગણપતિ દાદાને લાડુ, મોદક, ફૂલહાર અને શ્રીફ્ળ અર્પણ કરીને પોતાના પરિવારનાસુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
