બગોદરા-ધોળકા હાઈવે પર બુધવાર મોડી રાતે એક અજાણ્યા વાહન પાછળ આઇશર ટ્રક ઘૂસી જતા એક ગોઝારો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. બગોદરાથી ધોળકા તરફ્ જઈ રહેલી આઇસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં આઇસર ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ટ્રકમાં સવાર એક પુરુષ, એક સ્ત્ર્રી અને પાંચ વર્ષનું બાળક અંદર જ કચડાઈ ગયા હતા. મૃતકો પતિ-પત્ની અને પાંચ વર્ષનું બાળક હોવાનું બહાર આવ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ખાનપુર લાટ ગામના પાટીયા નજીક બનેલી આ ઘટનામાં આઈસર ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ધોળકા પોલીસે મૃતદેહોને ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: