ધોળકા : અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં ગુજરાત સ્ટેટ પ્રિરોનેટ લિ. દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇનની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફટી નીકળ્યો છે. પૂરતા વળતર અને યોગ્ય સહમતિ વિના જ ખેતરોમાં ગેરકાયદેસર રીતે કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમગ્ર ગામના ખેડૂતો અને મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતર્યા છે. તેમજ મહિલાઓએ ભગવાનના ભજન-કીર્તન ગાઈને એક અનોખી શૈલીમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે મહિલાઓનું કહેવું હતું કે ભગવાન સરકાર અને કંપનીના અધિકારીઓને સદબુદ્ધિ આપે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તે માટે તેઓ આ અનોખો વિરોધ કરી રહી છે.

AMCના સ્વચ્છતા વર્કશોપમાં જ નેતાઓનું 'અસ્વચ્છ' આચરણ, 192 માંથી 172 કોર્પોરેટરો ગાયબ, 20 માંથી 2 તો ઊંઘતા ઝડપાયા..!









