ધોળકા તાલુકાના સરગવાળા ગામે GSPL દ્વારા ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. ભોળાદથી ભાયલા સુધી પસાર થનારી ગેસ લાઇન માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર જ જમીનમાં કામગીરી શરૂ કરાઈ છે. જેને કારણે ગ્રામજનોમાં નારાજગીવ્યાપી છે. વધુમાં, પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી જબરજસ્તી કામ શરૂ કરાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. તેમજ વિરોધ પ્રદર્શન બાદ ખેડૂતો કોઠ પોલીસ સ્ટેશન સુધી પહોંચીને રજૂઆત કરી હતી.

Kutch: ગાંધીધામના ખારી રોહરમાં મોડી રાત્રે તંત્રએ ધાર્મિક દબાણ હટાવ્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત









