અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ખાણ ખનીજ વિભાગે આખરે ગેરકાયદેસર ખનન અને ઓવરલોડ પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ધોળકા, સરોડા અને નવાપુરા વિસ્તારમાંથી કુલ પાંચ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. વઝુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધોળકા વિસ્તારમાંથી બે ડમ્પરો અને સરોડા તથા નવાપુરા વિસ્તારમાંથી ત્રણ ડમ્પરો સીઝ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન અને ખનીજ પરિવહન પર અંકુશ લાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ડમ્પર સહિતના મુદ્દામાલ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









