ધોળકા-સરોડા રોડ પર ચંડીસર ગામ નજીક તા.20મીને મંગળવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર એક્ટિવા સ્કુટર લઈને જઈ રહેલા યુવકને અજાણ્યા ભારે વાહને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ધોળકા નગરપાલિકાના ભાજપ કાઉન્સિલર હેતલબેન સોલંકી(ઠાકોર)ના પતિ ખોડીદાસ સોલંકીનું અવસાન થયું છે.


વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ખોડીદાસ સોલંકી એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે એક આઈશર ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને ઘટના પછી વાહન સાથે ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે માર્ગ પરથી પસાર થતા એક અન્ય એક વાહન ચાલકે અકસ્માત સર્જનાર આઈશરનો તુરત જ પીછો કરી મોબાઈલ ફોનમાં વિડિયો ઉતાર્યો હતો તેમજ વાહનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આઈશર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત દરમિયાન અજાણ્યા વાહનનું ટાયર એક્ટિવા ચાલકના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે ખોડીદાસ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: