દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ પોતાના વતનથી શહેર તરફ્ પરત ફરી રહેલા લોકોના ધસારાને પગલે ધોળકા શહેર સહિત વટામણ ચોકડી પર ટ્રાફ્કિની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ધોળકા શહેરમાં પુલેનથી મધિયા સુધી તેમજ સાઈ દર્શન સોસાયટીથી મધિયા ચોકડી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણે અનેક વાહનચાલકો ટ્રાફ્કિમાં ફ્સાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ્ ધોળકાની વટામણ ચોકડી પર પણ ટ્રાફ્કિ જામની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગર, તારાપુર અને બગોદરા તરફ્ જતા માર્ગો પર ચોકડી સુધી પાંચ કિલોમીટરથી પણ વધુ લાંબી વાહનોની કતારો લાગી હતી. ટ્રાફ્કિના ભારણને કારણે વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો