ધોળકા : ધોળકાના રીડપુરા ગામમાં છેલ્લા કેટલાંક દિવસોથી એક તોફાની વાંદરે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. વાંદરો લોકો પાછળ પડતો, બચકા ભરતો તેમજ ગામમાં તોફનમચાવતો હોવાને કારણે ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આ અંગે ગામના સરપંચએ વન વિભાગને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. વન વિભાગના ફેરેસ્ટર રણજીતસિંહ ચાવડા તેમજ બોડકદેવ સ્થિત વાઇલ્ડ લાઇફ્ કેર સેન્ટરની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. રેસ્ક્યુ ટીમે સમય સૂચકતા અને કુશળતાથી કામગીરી કરી તોફાની વાંદરાનેપકડી પાડયો હતો. આ કામગીરી બાદ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની કામગીરીને વખાણી હતી.

Palanpur: બાલારામ બ્રિજ પર 9 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, 1 નું ઘટનાસ્થળે મોત









