ધોળકા : વેરાવળ - સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ધોળકા રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવતાં શહેર તેમજ તાલુકાના મુસાફરોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ત્યારે ધોળકા રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તિરંગો લહેરાવીને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત કર્યું હતું. આ તકે શહેર ભાજપના, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા વંદે ભારત ટ્રેનના પાયલોટ તથા મેનેજરનું પુષ્પહાર પહેરાવી તથા મીઠાઈ ખવડાવી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
