ધોળકા નજીક અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પાસે ગમખ્વાર અકસ્મતમાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક મહિલા મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહી હતી ત્યારે પાછળથી આવેલા પુરઝડપે ડમ્પરે એક્ટિવાને ટક્કર મારી હતી. ફરિયાદ મુજબ, ધોળકા-બગોદરા રોડ પર આવેલી દેવગણેશ સોસાયટીમાં રહેતા હિતેષભાઈ ચીમનભાઈ મકવાણાની પત્ની સુરજબેન (ઉ.વ. 37) તેમની પડોશી મહિલા સાથે અલગ-અલગ એક્ટિવા લઈને જલાલપુર ગોધનેશ્વર ખાતે મહાદેવના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. જલાલપુર ગોધનેશ્વર ગામ નજીક અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પાસે કેશવ હોટલ સામે ધોલેરા તરફ્ જતા રસ્તા પર ડમ્પર નં. GJ-07-TU-9425ના ચાલકે કથિત રીતે પુરઝડપે અને ગફ્લતભરી રીતે ડમ્પર ચલાવી સુરજબેનના એક્ટિવા નં.GJ-23-AK-7773ને
પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ સુરજબેન રોડ પર પડી જતા ડમ્પરના
