ધોળકા તાલુકાના બદરખા, ચલોડા તથા ભેટાવાડા ગામે વરસાદી પાણીના કાયમી નિકાલ, ભેટાવાડા તથા આજુબાજુના ગામોમાં કેમિકલયુક્ત પાણીના નિકાલ અને કેમિકલયુક્ત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે તાત્કાલિક પગલા લેવા, અસરગ્રસ્ત પરિવારોને સહાય અને જરૂરી રાહત કામગીરી અંગે ધોળકા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભેટાવાડા સહિત ત્રાંસદ, નેસડા, પાલડી, આંબારેલી સહિત આસપાસના ગામોમાં કેમિકલયુક્ત પાણીના કારણે ગ્રામજનોના આરોગ્ય તથા ખેડૂતોને થઈ રહેલા નુકસાન અંગે પણ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કેમિકલયુક્ત પાણીના કારણે ચામડી સહિતના ગંભીર રોગોનું જોખમ અને ખેડૂતોની જમીનની ફ્ળદ્રુપતા પર થઈ રહેલી વિપરીત અસરને ધ્યાનમાં લઈ, આ સમગ્ર મામલે તાત્કાલિક જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવા અને કેમિકલયુક્ત પાણી બંધ થાય તે માટે નક્કર પગલા લેવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. જે પણ ઔદ્યોગિક એકમો દ્વારા નિયમો વિરુદ્ધ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું જણાય, તેમની સામે કડક કાર્યવાહી કરી પર્યાવરણ અને ગ્રામજનોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લેવા તથા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ ધારાસભ્ય સમક્ષ રજૂ કરવા પણ સ્પષ્ટ સૂચના આપી હતી.
આ ઉપરાંત ભેટાવાડા, ચલોડા તથા બદરખા સહિતના ગામોમાં અસરગ્રસ્ત દુકાનદારો, વેપારીઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને કપડાં સહિતની સહાય મળી રહે તે માટે તલાટીઓ સાથે સંકલન કરી સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા TDOને સૂચના આપી હતી. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં પ્રાપ્ત થયેલા 110 મકાન સહાયના
