ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કારખાનામાં મશીન પર કામ કરી રહેલા 60 વર્ષીય વૃદ્ધનો હાથ અચાનક મશીનમાં આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલમાં આ વૃદ્ધની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાથ અચાનક મશીનમાં આવી જતાં ઈજાઓ
પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ચંદુભાઈ નાનજીભાઈ (ઉંમર ૬૦ વર્ષ) ફરજ બજાવી રહ્યા હતા. કામ દરમિયાન અકસ્માતે તેમનો હાથ ચાલુ મશીનમાં આવી ગયો હતો. મશીનની લપેટમાં આવી જતાં ચંદુભાઈને હાથના ભાગે ગંભીર ઈજાઓ થવા ઉપરાંત માથાના ભાગે પણ જીવલેણ ઈજા પહોંચી હતી.
