ધ્રાંગધ્રાના હરિપર રોડ પર પાણીમાંથી ગત તા.16ના રોજ સવારે એક યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી.
મૃતકની ઓળખ કરવા પોલીસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આશરો લીધો હતો અને તેના આધારે બનેલી તસવીર જાહેર કરી છે. ધ્રાંગધ્રાના હરિપર રોડ પર નાગાબાવાની જગ્યા પાસે પાણીમાં કોઈની લાશ હોવાની માહિતી તા.16ના રોજ સવારે ધ્રાંગધ્રા સિટી પોલીસને મળી હતી. આથી પોલીસ ટીમ દોડી ગઈ હતી.
મૃતકની તપાસ કરતા તેના હાથ પર રવિ નામ ત્રોફાવેલ હતું. જ્યારે મૃતકની વય આશરે 30થી 35 વર્ષની હોવાનું તથા હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનું જણાયું હતું. આ અંગે અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ આદરી હતી. જેમાં મૃતકની ઓળખ કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સંભવિત તસવીર જારી કરી છે. હાલ વિવિધ પોલીસ મથકોમાં આ તસવીર મોકલી મૃતકની તપાસ કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો