ધ્રાંગધ્રા કુડા રોડ ઉપર નર્મદા કેનાલ ઉપરનો પુલ જર્જરીત હોવાના બહાને બે વર્ષથી બંધ કરી દેવાયો હતો વચ્ચે ખોલી દેવાયો હતો વળી હાલ ચોમાસામાં જ ડેપ્યુટી કલેકટર દ્વારા બંધ કરવાનો હુકમ કરતા બંધ કરી દેતા હજારો વાહનચાલકો મુસ્કેલીમાં મુકાતા યોગ્ય નિકાલની માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા-કુડા રોડ ઉપરની નર્મદા કેનાલ ઉપરનો પુલ અને દૂધરેજ કેનાલ ઉપર બંન્ને પુલ એક સાથે બંધ કરી દેવાયા હતા.દૂધરેજનો પુલ તાત્કાલીક સમારકામ કરી શરૂ પણ કરી દેવાયો છે અને કુડા રોડ ઉપરનો પુલ બંધ કરી વચ્ચે થોડો સમય ખુલ્લો મુકયો અને વળી હાલ ચોમાસાના સમયેજ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર ઇશીતામેર દ્વારા પુલ ફરીથી અવરજવર માટે સૌરાષ્ટ્ર શાખા નહેરના ઇજનેરને લેખીત હુકમ આપી બંધ કરી દેવાયો છે.વળી કેનાલ ઉપરથી અવર જવર માટે ભારે વાહનો પસાર ન થઇ શકે એ માટે મુકેલા લોખંડના બેરીકેટ પણ નીચા મુકયા છે જ્યાંથી એમ્બ્યુલન્સ પણ પસાર થઇ શકતી નથી.રાત્રે જ સગર્ભા મહિલાને હોસ્પીટલ લઇ જતા સમયે એમ્બ્યુલન્સ નહી નીકળી શકતા પીકઅપમાંથી બદલી હોસ્પીટલ પહોચાડાઇ હતી.આમ જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઇ ઠાકોરે જણાવેલ કે બે વર્ષથી હજી પુલનું કામ ચાલુ નથી થતુ ચોમાસા સમયે જ અચાનક પુલ બંધ કરી દીધો અને બેરીકેટ નીચા હોવાથી અમ્બ્યુલન્સ નહી નીકળી શકતા કાલે જ સગર્ભા મહિલા અને બાળકના જીવ જોખમાયા હતા જેથી આ ગંભીર બાબતને લઇ ચોમાસા પુર્ણ થાય ત્યાં સુધી પુલ ખુલ્લો મુકાય કે બેરીકેટ ઉચા કરી કેનાલનો રસ્તો રીપેર કરાય એવી માંગ ઉઠી છે.
