ધ્રાંગધ્રાની પીપલ્સ કો. ઓ. બેંકમાં અમદાવાદ પોલીસ કરોડોની છેતરપિંડી કરનાર ધ્રાંગધ્રાના શખ્સને સાથે લાવી એનુ બેંક લોકર ખોલાવતા અંદરથી પોલીસને લાખો રૂપિયાના સોનાના દાગીના અને દસ્તાવેજો મળી આવતા પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદની કેટલીક વ્યક્તિઓ, એક નામી ગાયક કલાકાર સહિતના અનેક લોકો સાથે કરોડો રૂપીયાની છેતરપિંડી આચરનાર ધ્રાંગધ્રાના વકીલના ભાણેજ અનીલ ભીમાભાઇ વિભાણીએ મોટાપાયે સોનુ ખરીદ્યા અને જમીનો ખરીદી હોવાની પોલીસને આશંકા ગઇ હતી. આ શખ્સ સામે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની પોલીસ ફરીયાદ પણ દાખલ થઇ છે. આ શખ્સની પુછપરછ કરતા ધ્રાંગધ્રાની બેંકમાં લોકર હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે અમદાવાદ પોલીસ અનીલ વિભાણીને સાથે રાખી ધ્રાંગધ્રા પીપલ્સ કો.ઓપરેટીવ બેંકમાં પહોચી હતી. પોલીસે બેંક મેનેજર, અનીલ વિભાણીની હાજરીમાં વીડીયો રેકોડીંગ સાથે લોકર ખોલ્યુ હતુ. પોલીસ લોકરમાં રાખેલા દાગીના અને પુરાવા જોઇ ચોકી ઉઠી હતી. આશરે 90થી 100 લાખ રૂપીયાના દાગીના હોવાનું અનુમાન મનાઇ રહયુ છે.બીજી તરફ કિમતી જમીનોના દસ્તાવેજ અને વીમા પોલીસી સહિતના દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા હતા. પોલીસ આ તમામ મુદમાલ જપ્ત કરી અનીલ વિભાણીને સાથે રાખી પુછપરછ તપાસ ચલાવી રહી છે.

Palanpur: બાલારામ બ્રિજ પર 9 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, 1 નું ઘટનાસ્થળે મોત









