દેશના પીએમ નરેન્દ્ર મોદી દર મહિને એક વાર મન કી બાત કાર્યક્રમમાં દેશના વિવિધ ભાગોમાં આત્મનીર્ભરતા પર વાત કરે છે. ત્યારે રવીવારે માર્ચ માસના યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની મહિલા પાયલબેન મુંજપરાની વાત કરી હતી. વઢવાણ વિધાનસભા વિસ્તારના મન કી બાત કાર્યક્રમનું આયોજન વઢવાણ સ્વામીનારાયણ મંદિરે કરાયુ હતુ. જેમાં ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહેન્દ્રભાઈ પટેલ, ચંદ્રશેખરભાઈ દવે સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. મન કી બાત કાર્યક્રમમાં પીએમ દ્વારા જળ સંચય, મત્સ્યોદ્યોગ અને સોલાર એનર્જી વીશે મહત્વનું યોગદાન આપનાર લોકો વિશે વાત કરી હતી. જેમાં તેઓએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના પાયલબેન મુંજપરાનો ઉલ્લેખ કર્યો હતો. પાયલબેન મુંજપરાએ 4 માસનો સોલાર પીવી ટેકનશીયન કમ હેલ્પરનો કોર્ષ કર્યો છે. હાલ તેઓ આસપાસના ગામો, તાલુકા અને જિલ્લાઓમાં સોલાર રૂફટોફ ઈન્સ્ટોલેશનનું કામ કરીને આજીવીકા મેળવી રહ્યા છે. જે સોલાર ઉદ્યોગને બળ પુરૂ પાડે છે. પીએમ દ્વારા ઝાલાવાડની મહિલાનો મન કી બાતમાં ઉલ્લેખ થતા સમગ્ર ઝાલાવાડમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










