ધ્રાંગધ્રાની કરીયાણાની દુકાનમાં સરકારી જથ્થો વેચાતા હોવાનો વીડીયો વાયરલ થતા જરૂરીયાતમંદ લોકોને પુરતુ અનાજ મળી રહે એ માટે યોગ્ય કાર્યવાહીની લોકોની માંગ ઉઠી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર અનેક વખત સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાની અને કરીયાણાની દુકાનોમાં વેચાતા હોવાની ફરીયાદ ઉઠતી હોય છે.ત્યારે ધ્રાંગધ્રાની કરીયાણાની દુકાનમાં પણ સરકારી ઘઉ,ચોખા અને દાળનો સરકારી જથ્થો રાખેલો હોવાનો વીડીયો વાયરલ થયો છે.આ સરકારી જથ્થો ગ્રાહકોને વેચતા હોવાનો પણ ગણગણાટ ચાલી રહયો છે.આમ સરકારી જથ્થો કરીયાણાની દુકાનમાં કેવી રીતે કોની દુકાનેથી પહોચ્યો એની યોગ્ય તપાસ થવી જોઇએ.જેથી સરકારી જથ્થો જરૂરીયાતમંદ લોકોને પુરતી માત્રામાં મળી રહે.આમ સરકારી દુકાનનો સરકારી અનાજનો જથ્થો કરીયાણાની દુકાનમાં પડયો હોવાના વાયરલ વીડીયોની પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની લોકોની માંગ ઉઠી છે.