ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે રહેતા 40 વર્ષીય દલસુખભાઈ ચતુરભાઈ હાલાણી તા. 9-6ના રોજ સવારે તેમના ખેતરે હતા. ત્યારે બાજુના ખેતરમાં તેમના મોટાભાઈ ભરત ચતુરભાઈ હાલાણી પાવડાથી નાકા વાળતા હતા. આથી દલસુખભાઈએ તમે શેઢો સળગાવતા મારી વાડ પણ બળી ગઈ છે તેમ કહેતા ઉશ્કેરાયેલા ભરતે પાવડા વડે દલસુખભાઈને હાથ પર ઘા કરી ઈજા પહોંચાડી હતી. જેમાં દલસુખભાઈને સારવાર માટે સંસ્કારધામ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ મથકે નાનાભાઈએ મોટાભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: