ધ્રાંગધ્રાના મોટીમાલવણની સીમમાં પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીની નખાતી પાઇપલાઇન માત્ર દોઢેક ફૂટ જ જમીનમાં ઉંડી નખાતી હોવાથી મોટાપાયે ગેરરીતી થતી હોવાથી થોડા સમયમાં જ પાણીની લાઇન તુટી જવાની અને પાણી નહી પહોચવાની ભીંતી સેવાતા જિ.પં.સદસ્યે ગાંધીનગર રજૂઆત કરી છે.


ગામડામાં પુરતુ અને સમયસર પાણી નહી પહોચતા હોવાની સાથે અવાર નવાર લાઇન લીકેજ થવાની વ્યાપક ફરીયાદ ઉઠતી હોય છે.એવામાં ધ્રાંગધ્રા તાલુકાના મોટીમાલવણ ગામની સીમમાં હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન જમીનમાં નાખવાનુ કામ ચાલી રહયુ છે.પરંતુ આ પાઇપલાઇનનું કામ ટેન્ડર મુજબ જમીનમાં સવા ત્રણ ફૂટ નાખવાના બદલે માત્ર દોઢેક ફૂટ જ જમીનમાં ઉંડે નખાતા હોવાની ફરીયાદ ઉઠી છે.જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઇ ઠાકોરે જણાવેલકે લાઇન ઉંડે નહી નાખવાના કારણે વારંવાર તુટી જવાની સમસ્યા રહે જેના કારણે ગ્રામજનોને મુસ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે.ખેડૂતો ગમે ત્યારે નાનુ એવુ ખોદકામ કરે તો પણ પાઇપ ઉપર હોવાના કારણે તુટી કે લીકેજ થઇ જતી હોય છે.સાથે ખેતરોમાં કામ શરૂ કર્યા બાદ કેટલાય દિવસો સુધી કામ બંધ રાખતા હોવાથી પણ ખેડૂતોને મુસ્કેલી પડી રહી છે. જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઇ ઠાકોરે જણાવેલ કે પાઇપલાઇન જમીનની અંદર સવા ત્રણ ફૂટ ઉંડે નાખવાના બદલે દોઢેક ફૂટ જ ઉંડે નાખતા હોવાથી પાઇપ તુટવા લીકેજની સમસ્યા રહે અને ખેડૂતોને મુસ્કેલી પડે જ્યારે ગ્રામજનોને સમયસર પુરતુ પાણી ના મળે એટલે મોટીમાલવણ પાસેના કામની તપાસની ગાંધીનગર પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: