સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ગ્રામ્યમાં વર્ષ 2017માં હત્યાનો બનાવ બન્યો હતો. જેનો આરોપી ધ્રાંગધ્રાની ખારીશેરીમાં રહેતો સંગ્રામ ઉર્ફે મુન્નો ગોકળભાઈ સાનીયા ભરવાડ પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. ત્યારે રાજકોટ રેન્જની ટીમને આ શખ્સ ધ્રાંગધ્રાના મયુરનગરમાં હોવાની હ્યુમન સોર્સથી માહીતી મળી હતી. જેમાં રેન્જની ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દીલીપભાઈ સીંધવ સહિતનાઓએ વોચ રાખી 9 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કર્યો છે.

Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ









