ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમે તા. 3 એપ્રીલના રોજ બાતમીને આધારે પુનીતનગરના રહેણાક મકાનમાં રેડ કરી હતી. જેમાં દારૂની વીવીધ બ્રાન્ડની નાની મોટી 815 બોટલ અને બીયરના 240 ટીન સહિત રૂપીયા 2,53,492નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કેસના ફરાર આરોપી મયુદ્દીન યાકુબભાઈ મંડલીને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના દશરથભાઈ ઘાંઘરની બાતમીને આધારે પોલીસે સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલ અવધેશ્વર ટાઉનશીપના ગેટ પાસેથી ઝડપી લઈ ધ્રાંગધ્રા સીટી પોલીસના હવાલે કર્યો છે.
