ધ્રાંગધ્રાના કોંઢથી વીજ લાઇનનું વળતર મેળવવા માટે ખેડૂતો લડત આપી રહયા છે ત્યારે કોંન્ગ્રેસ દ્વારા કિશાન અધિકારી યાત્રાનોં કોંઢથી પ્રારંભ કર્યો છે. ખેડૂતોની કિમતી જમીનમાં વીજલાઇન પસાર થતી હોવાથી યોગ્ય વળતરના અભાવે ખેડૂતો એકાદ મહિનાથી લડત આપી રહયા છે. વિરોધ પ્રદર્શન પણ કરી રહયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા કોંઢથી દ્વારકા સુધી કિશાન અધિકાર યાત્રાનો પ્રાંરભ કરાયો છે. યાત્રામાં કોંન્ગ્રેસ નેતા અમીતભાઇ ચાવડા, સુરેન્દ્રનગર જિલ્લા કોંન્ગ્રેસ પ્રમુખ નૌસાદભાઇ સોલંકી,મહિલા નેતા ગીતાબેન પટેલ સહિત ખેડૂતો પણ યાત્રામાં જોડાયા હતા.
