ધ્રાંગધ્રાના સોલડીની સીમમાં દેવયોગી હેલ્થકેર કંપની દ્વારા સોલડીની ફળદ્રુપ જમીનમાં બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે મંજૂરીની અંતીમ તબક્કામાં પ્રક્રિયા ચાલી રહી છે.પરંતુ આ પ્લાન્ટથી ફળદ્રુપ જમીન,જમીનના પાણી અને આજુબાજુની શાળાના વિધ્યાર્થી ગ્રામજનો ખેડૂતોના આરોગ્યને ભારે નુકશાન થઇ શકે એમ હોવાથી ગ્રામજનો કોઇ પણ ભોગે આ પ્લાન્ટ અહી નહી થવા દેવા માટે હવે લડી લેવાના મુડમાં આવી ગયા છે.ગામમાંથી સામુહીક મોટી સંખ્યામાં ગાંધીનગર રજૂઆત કરવાના આયોજન માટે સમસ્ત ગામના ખેડૂતો ગ્રામજનોની બેઠક યોજાઇ હતી.બુધવારે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા માટે જવાનું નક્કી કરી કોઇ પણ ભોગે આ પ્લાન્ટ આ વિસ્તારમાં નહી થવા દેવા માટે ગ્રામજનોએ એકજૂટતા બતાવી છે.આમ સોલડી સહિત આજુબાજુના વીસેક ગામડાના લોકો સરકાર કોઇ પણ ભોગે આ પ્લાન્ટની મંજૂરી રદ્ કરે એવી આશા રાખી રહયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો