ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામના સરપંચ તરીકે ઋતુરાજસિંહ વિક્રમસિંહ સોલંકી છે. તા. 24ના રોજ ગામના ખાંભડીયા દાદાના મંદિરે મેળો ભરાયો હતો. જેમાં ગ્રામ પંચાયતે નક્કી કરેલ ભાડાની પહોંચો સ્ટોલ ધારકોને અપાઈ હતી. તા. 24ના રોજ સાંજે ઋતુરાજસિંહ ગ્રામ પંચાયત ઓફીસે હતા ત્યારે ગામના પરાક્રમસિંહ ભુપતસિંહ જાદવે જઈ મારા સબંધીને રૂપીયા 500ની ભાડાની પહોંચ કેમ આપી તેમ કહી ઋતુરાજસિંહને અપશબ્દો કહ્યા હતા. આથી ઋતુરાજસિંહે ઘરે જઈ આ વાત તેમના પિતાને કરી હતી. જેમાં વિક્રમસિંહ તેઓને સમજાવવા જતા પરાક્રમસિંહ જાદવ, વિજયસિંહ ભુપતસિંહ જાદવ, હરદીપસિંહ હરૂભા જાદવ અને મનીદરસિંહ તખતસિંહ જાદવે ધારીયુ, લોખંડના પાઈપ વડે વિક્રમસિંહ, યુવરાજસિંહ સોલંકી, અક્ષયસિંહ સોલંકી અને પ્રવીણસિંહ સોલંકીને ઈજાઓ થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જયારે સામાપક્ષે પ્રવિણસિંહ ભુપતસિંહ જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ઋતુરાજસિંહ સાંજે પરાક્રમસિંહના ઘર પાસે અપશબ્દો બોલતા હતા. આથી તેઓને અપશબ્દો બોલવાની ના પાડતા ઋતુરાજસિંહ વિક્રમસિંહ સોલંકી, વિક્રમસિંહ દાજીભા સોલંકી, યુવરાજસિંહ મોબતસિંહ સોલંકી અને ક્રિપાલસિંહ વિક્રમસિંહ સોલંકીએ એક સંપ કરી પ્રવિણસિંહ પર લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.એ.સોલંકી ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો