ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ખેતાભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને માર્કેટયાર્ડના ડિરેક્ટરનું બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. પરંતુ બોર્ડના એક કલાક પહેલા જ અચાનક બોર્ડ રદ કર્યા હોવાના સમાચાર બોર્ડ ઓફ ડિરેક્ટરોને આપી દેવામાં આવ્યા હતા. જોકે આ બાબતે જ્યારે માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોષીને પૂછતા તેમને ચેરમેન બીમાર હોવાનો બહાનું રજૂ કર્યુ હતુ અને જે બહાના હેઠળ આ બોર્ડને રદ કરવામાં આવ્યો હતો પરંતુ માર્કેટયાર્ડના ચેરમેન ખેતાભાઈ રબારી ડીસાના બોડાલ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી રહ્યા હતા. જોકે એક તરફ બીમારીનું બાનું અને બીજી તરફ ચેરમેન પ્રાણ પ્રતિષ્ઠામાં મહેમાન તરીકે બિરાજમાન થયેલા છે. ત્યારે બંનેના વિરોધાભાસી નિવેદનને લઈને સમગ્ર માર્કેટયાર્ડમાં અને ડિરેક્ટરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ બોર્ડ રદ કરવા પાછળ શું કારણ હોઈ શકે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ કંઈક છુપાવવા ના હેતુથી આ બોર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું અંદરનું અંદર ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો