ડીસા તાલુકાના માદેવીયા ભીલ ઘાણી ગામે રહેતા પ્રકાશ રમેશભાઈ માજીરાણા ઉ.વ.30 વાળાની મૃત હાલતમાં લાશ તા.8/9/26 ના રોજ બનાસ નદીના પટમાં ગટરના પાણીના ખાડાના કિનારે મળી આવેલ હતી જેબાબતને લઈને ડીસા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશ ને પીએમ અર્થે ઘારપુર મેડિકલ કોલેજ પાટણ ખાતે મોકલવામાં આવેલ અને જેમાં પોસ્ટમોર્ટમ દરમિયાન માથાના ભાગે ફેક્ચર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા હત્યા થઈ હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે તપાસ હાથ ધરી અને મરણ જનાર પ્રકાશ માજીરાણાના મિત્રો જેમની સાથે રિક્ષામાં નીકળેલ હોવાનું હકીકત મળતા તેના મિત્ર મુકેશ ઉર્ફે ટપાલી રાજાજી માજીરાણા અને પ્રવીણ પુનમાજી માજીરાણા બંને રહે મહાદેવીયા વાળાની પૂછપરછ કરતા બંને જણાવેલ કે બનાસ નદીના પટમાંથી રિક્ષા નદીમાં ફસાઈ જતા રિક્ષાને રેતીમાંથી બહાર કાઢવા બાબતે બોલાચાલી થતા મરણ જનાર પ્રકાશ માજીરાણાને આરોપી મુકેશે ગાળો બોલી રિક્ષામાં પડેલ જેક માથાના ભાગે મારી અને હત્યા કરી દીધેલ અને ત્યારબાદ મૃતકની લાશને નદીના પટમાં ગટરના ખાડામાં ફેંકી દઈ નાસી ગયેલા હતા. ત્યારે ડીસા તાલુકા પોલીસે બંને આરોપીઓને હત્યાના ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
