02

ડીસા : ડીસાના શહેરમાં ટ્રાફિક પોલીસ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે ટ્રાફિક કોસ્ટેબલ દ્વારા અવારનવાર વાહન ચાલકોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ડીસાના એરપોર્ટ સર્કલ પાસે એક ટ્રાફિક જમાદારે બાઈક ચાલક સાથે દાદાગીરી કરી કોલરથી પકડી અને અભદ્ર ભાષામાં વાત કર્યા હોવાના આક્ષેપો સાથેનો વિડીયો વાઈરલ થવા પામ્યો છે. આ વિડીયોમાં એક બાઈક ચાલકને કોલરથી પકડી પોલીસ કર્મી રિક્ષામાં બેસાડતો હોવાનું દેખાઈ રહ્યું છે સાથે આ બાઈક સવાર એક મહિલાએ પોલીસ કર્મીએ અભદ્ર ભાષામાં ગાળો બોલી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જોકે પોલીસની આ દાદાગીરીને જોઈ સમગ્ર પંથકમાં રોષ જોવા મળ્યો છે. જોકે આ વાયરલ વિડીયો સમગ્ર બનાસકાંઠા સહિત પોલીસ બેડામાં ચર્ચા જગાવી છ. જોકે પોલીસે હજુ સુધી આ વિડીયો બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી કે પોલીસકર્મી સામે હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું ભાન ભૂલી એક વાહન ચાલક સાથે ઝપાઝપી અને ત્યારબાદ કોલર પકડી અને રિક્ષામાં બેસાડતા ડીસા શહેર પોલીસ સામે હવે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જોકે આ પોલીસ કર્મીએ આ વાહન ચાલક સાથે ગેરવર્તન કેમ કર્યું તેના અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.