દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાના હેતુથી કે અન્ય નશામાં જોખમી સ્ટંટ કરતા બાઈક સવારોનો તરખાટ વધી રહ્યો છે. તાજેતરમાં દ્વારકા-ઓખા હાઈવે પર પૂરપાટ ઝડપે અને જીવના જોખમે સ્ટંટ કરતા એક બાઈક ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
જાહેર માર્ગ પર ફિલ્મી સ્ટંટ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ મુખ્ય હાઈવે પર પોતાની બાઈકને બેફામ ગતિએ હંકારી રહ્યો છે. આ નબીરાએ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાડીને ચાલુ બાઈકે જોખમી અંગકસરતો અને ફિલ્મી સ્ટંટ કર્યા હતા. હાઈવે પર અન્ય નાના-મોટા વાહનોની અવરજવર હોવા છતાં, આ બાઈક ચાલકે જરા પણ ડર રાખ્યા વગર અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો.










