દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે અત્યંત ઓછો પાંચેક ઈંચ જેટલો જ વરસાદ પડતાં જિલ્લાના એક પણ ડેમ ભરાયા નહિ તથા નવું પાણી પણ ના આવતા પાણીની તંગી તથા અત્યંત ખરાબ સ્થિતિમાં પાણી મેળવવું પણ મુશ્કેલ થયું હોય અગ્રણીઓના પ્રયત્નોથી સૌની યોજનાનું પાણી ઘી ડેમમાં ઠાલવવાનું ચાલુ થતા બે માસ બાદ ઘી ડેમ જેની સપાટી વિસ ફૂટની છે તે ડેમ નવ ફૂટ ઉપરાંતનો એટલે કે ડેડ વોટર સહિત અડધો ભરાઈ જતા સૌની યોજના તથા નર્મદાનું પાણી ખંભાળીયા તથા ઘી ડેમ આધારિત 22 ગામો માટે કલ્યાણકારી બન્યું છે. જોકે મોટા જથ્થામાં રોજ એક એક કરોડ લીટર પાણી ઘી ડેમમાં સૌની યોજનાની મેઈન લાઈનમાંથી કોટા પાસે નખાતાં ઘી ડેમ નવ ફૂટ ઉપર ભરાઈ ગયો છે. તથા નજીકના લાખાસર, શક્તિનગર, કોટા, કંડોરણા સહિતના ગામોના તળાવો, ચેકડેમો ભરાઈ ગયા છે. હજુ પાણીની આવક ચાલુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો