દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓની હાલત બદથી બત્તર થઇ ગઈ છે જેના લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ખાસ કરીને પાડલી ગામેથી વાયા હોરિયાળી થઇ નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતા રોડની હાલત અતિ ખરાબ છ 6.6 કિમીના રોડ પર પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે.


[[$googlead]]

રોડ પરથી નીકળતા સ્થાનિકો ખરાબ રોડના કારણે મુશ્કેલી અનુભવે છે

મેજર ટેપથી માપણી કરતા રોડ પરના ખાડાઓ 7 ફૂટથી 16 ફૂટ લંબાઈ અને અડધી ફૂટ ઊંડા જોવા મળ્યા જયારે લોકો સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે, અમને દરરોજ આ રોડ પરથી નીકળવામાં તકલીફ પડે છે હોસ્પિટલ જેવી ઇમરજન્સી વખતે ખુબજ તકલીફ પડે છે વાહનોને પણ નુકસાન થાય છે અને માલધારીઓ જણાવે છે કે, અમે દરરોજ મીઠાપુર દૂધ ભરવા જઇયે ત્યારે 2/3 લીટર દૂધ ખરાબ રોડના કારણે ઢોળાઈ જાય છે તો બીજી બાજુ રોડ પર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે ક, કિસાન પથ ગ્રામ સડક યોજના 2025 માં 1.49 કરોડના ખર્ચે રોડનું કામ કરવામાં આવ્યું છે.

R&Bના અધિકારીઓને ટેલિફોનીક ફરિયાદ કરતા મળ્યા ઉડાવ જવાબ મળ્યા હતા

પાડલી ગોરીયારી 6.6 કિમીનો રોડનુ કામ 07/01/25 ના શરુ કરવામાં આવ્યો અને 06/07/25 ના કામગીરી પૂર્ણ થયાની માહિતી આપવામાં આવી છે. 15થી વધુ ગામડાઓને જોડતા રોડની દયનીય હાલતથી લોકો મુસિબતમાં મુકાયા છે સ્થાનિકો દ્વારા R&Bના અધિકારીઓને ટેલિફોનીક ફરિયાદ કરતા મળ્યા ઉડાવ જવાબ મળ્યા હતા, R&Bના અધિકારી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું એક સાથે બે કામ કરવાના હોવાથી એક કામમાં ડીલે થયું છે જ્યારે લગાવવામાં આવેલ બોર્ડમાં ટેન્ડર તારીખ નાખવાની જગ્યાએ કામ શરૂ થયાની તારીખ લખી મિસ ગાઈડ કર્યું છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Rajkot News : રાજકોટના અણીયારા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ, પોલીસે 1.11 કરોડની કિંમતનો ગાંજો ઝડપી એક શખ્સની કરી અટકાયત



  • Follow us on: