જામ ખંભાળીયા તાલુકાના સીદસરા ગામના પાટીયા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક ઝૂંપડામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગરીબ પરિવારની આખી જિંદગીની મૂડી સમાન ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. ઝૂંપડામાં રહેલા રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસ લીક થવાને કારણે અચાનક આગ લાગી હતી.
રાંધણ ગેસનો સિલિન્ડર લીક થતા આગ
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ આગમાં ઝૂંપડામાં રહેલો તમામ માલ-સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. એટલું જ નહીં, ઝૂંપડાની સાવ નજીક પાર્ક કરેલી એક છકડો રીક્ષા પણ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે રીક્ષાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
