ગઢડા ખાતે બોટાદ રોડ પર બે દિવસ પહેલા થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને બે થયો છે. બોટાદ રોડ પર CNG પંપ પાસે રાત્રિના સમયે કાર અને બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યાશીનભાઈ ભટ્ટીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવક સલમાન પઠાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.


કારચાલક અકસ્માત બાદ નાસી છૂટયો હતો

અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓ પામેલા સલમાન પઠાણને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું છે. પોલીસે નાસી છૂટેલા કારચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: