ગઢડા પોલીસે આખરે 1 ડિસેમ્બરની રાત્રે બોટાદ રોડ પર CNG પંપ નજીક અકસ્માત સર્જીને ફરાર થયેલા કારચાલકને ઝડપી લીધો છે. આ અકસ્માતમાં ગઢડાના બે યુવકોનું કરૂણ મોત થયું હતું. પોલીસે મહામહેનત બાદ ગઢડાના પીપળ ગામના સંજયભાઈ નારણભાઈ ચૌહલા નામના શખ્સની અટકાયત કરી છે. ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર CCTV કેમેરા ન હોવા છતાં પોલીસે પાંચ દિવસ સુધી તનતોડ મહેનત કરી હતી.
પોલીસે કારચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
પોલીસને જાણવા મળ્યું હતું કે અકસ્માત સર્જનાર બલેનો કાર પીપળ ગામની છે. પોલીસે પીપળ ગામમાં તપાસ કરતા અકસ્માત સર્જેલી બલેનો કાર મળી આવી હતી. ત્યારબાદ પોલીસે કારનો કબજો લઈને કારચાલક સંજય ચૌહલાની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













