ગઢડા તાલુકાના ઢસા નજીક ગઢડા રોડ ઉપર મોડી રાત્રે એક ટ્રક અને સ્વિફ્ટ મોટર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા કારમાં બેઠેલા બે યુવકોના ઘટના સ્થળે મોત થતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામી હતી. જ્યારે અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.


અમદાવાદના ત્રણ યુવકો સ્વિફ્ટ મોટર કારમાં ઢસા થી અમદાવાદ તરફ્ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા ઉપર પૂરપાટ ઝડપે આવતા ટ્રક સાથે અકસ્માત થતા બે યુવકોના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. મૃતક યુવકો હાર્દિક ઠક્કર ( અમદાવાદ) અને જીમીત રાજાણી (અમદાવાદ)હોવાનું જાણવા મળેલ છે. તેમજ અન્ય ઇજાગ્રસ્ત યુવક ધર્મેશભાઈ ઠક્કરને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ મૃતક યુવકોના સ્વજનની રાહ જોતા મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: