મોરવા હડફ તાલુકાના મોરા ગામમાંથી પસાર થતાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર નડતરરૂપ દબાણ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી બીજા દિવસે પૂર્ણ થઈ છે. દબાણો હટાવવા ની કામગીરીને લઈ મોરા ગામમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળ્યો હતો.
મોરવા હડફ્ તાલુકાના મોરા ખાતે અનઅધિકૃત દબાણો હટાવવા ની કામગીરી બીજા દિવસે ગુરુવારે પૂર્ણ થઈ છે. મોરા મેત્રાલ અને મુખ્ય માર્ગ ઉપર થયેલા દબાણ હટાવવા ગઈકાલે તંત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. 150થી વધુ દબાણકર્તાઓને તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારી, મામલતદાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્ય માર્ગની મધ્યથી 15 મીટર ની મર્યાદા માં બાંધકામ કરવામાં ઓટલા, શેડ અને કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું મોરવા હડફ્ મામલતદાર હાર્દિક જોષીએ જણાવ્યું હતું. બુધવારે દબાણકર્તાઓ આપમેળે પોતાના દબાણ દૂર કરશે એમ જણાવતાં તંત્ર દ્વારા એક દિવસ તક આપવામાં આવી હતી. જે બાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન વડે ઓટલા, શેડ સહિતના દબાણો દૂર કરી દેવાયા છે.
