ગાંધીધામમાં શુક્રવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરની જાણીતી મહાદેવ હોટલના એક રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા એ-ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ગાંધીધામમાં યુવતીની હત્યા કેસનો મામલો

મળતી માહિતી મુજબ, મૃતક ભાવનાબેન હોટલમાં દિલીપ નામના શખ્સને મળવા માટે ગયા હતા. હોટલના રૂમમાં બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને આરોપી દિલીપે ભાવનાનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી હતી. એ-ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી દિલીપને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને બંને વચ્ચે કેવા સંબંધો હતા, તે દિશામાં પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1200 જેટલા મકાનો ફરશે તંત્રનું બુલડોઝર, કોર્પોરેશને તૈયાર કર્યો એકશન પ્લાન