ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેનો ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં ચાલી રહેલી આ પ્રક્રિયાનો ઉદ્દેશ 'પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય' તે સુનિશ્ચિત કરવાનો છે.
ગુજરાતમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ
આ ઝુંબેશમાં રાજ્યના 5.08 કરોડ મતદારો પૈકી 5.07 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું 100% વિતરણ કરી દેવાયું છે. જેમાં તાપી, સાબરકાંઠા, ગીર સોમનાથ, મહિસાગર, અમરેલી, બોટાદ અને નવસારી જિલ્લાઓ મોખરે છે. સમગ્ર રાજ્યમાં 70%થી વધુ ફોર્મનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે, જેમાં ડાંગ જિલ્લો 82.24% સાથે અગ્રેસર છે.













