ગાંધીનગરમાં પરિવહન ક્ષેત્રે આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતેથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2 ના અંતિમ તબક્કાનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે પાટનગરના માર્ગો પર અને મેટ્રો સ્ટેશન પર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજી ઉઠશે મેટ્રો સ્ટેશન
PM મોદીના સ્વાગત માટે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. અહીં પીએમના આગમન સમયે ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક કલાકારો દ્વારા લોકનૃત્ય અને ગીતો દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.










