ગાંધીનગર લોકસભા મતવિસ્તાર માટે એક વિશેષ સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ 'પીએમ - ફેમિલી કેર ટ્રેકર' -PM-FCT પાયલોટ પ્રોજેક્ટ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત કરાયો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વર્ષ 2014 એ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહનરૂપ વર્ષ છે. આઝાદીના 100 વર્ષનો ઇતિહાસ જ્યારે પણ લખાશે, ત્યારે તેના બે સ્પષ્ટ ભાગ હશે, 2014 પહેલાંનું ભારત અને 2014 પછીનું ભારત. પીએમ મોદીના નેતૃત્વમાં દેશની શિક્ષણનીતિ, અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં દીર્ઘકાલીન આયોજન સાથે આમૂલ પરિવર્તન આવ્યું છે.હવે દિલ્હીથી નીકળેલો રૂપિયો આજે સીધો ગરીબોના બેંક ખાતામાં જમા થાય છે.પીએમ ફેમિલી ટ્રેકર અને હેલ્થ પાસપોર્ટ યોજનાનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, આ કોમન આઈડેન્ટિટી સિસ્ટમથી શાસનની કામગીરી વધુ સુદ્રઢ બનશે અને કોઈ પણ પાત્રતા ધરાવતા લાભાર્થી લાભથી વંચિત નહીં રહે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર અને બાળકોના હેલ્થ પાસપોર્ટને દરેક પરિવાર માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આરોગ્ય રક્ષાની સંવેદનશીલ અને સુગ્રથિત વ્યવસ્થા ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, આ યોજના ગર્ભથી ગૌરવપૂર્ણ યુવાની સુધી બાળક અને માતાના જીવનને સુરક્ષિત, સ્વસ્થ અને આરોગ્ય સમૃદ્ધ બનાવવાના નવા યુગની શરૂઆત છે.

Patan: વરસાદ ખેંચાતા બીલીયા ગામે બાળકો દ્વારા મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ









