ગાંધીનગર ખાતે નાબાર્ડ (NABARD) દ્વારા આયોજિત અર્થ સમિટ 2025 માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે આ સમિટને આંતરાષ્ટ્રીય સહકારીતા વર્ષના ભાગરૂપે દેશભરની અર્થ સમિટનો એક મહત્વનો હિસ્સો ગણાવી હતી. અમિત શાહે જણાવ્યું કે, સહકાર ક્ષેત્રને પારદર્શી બનાવવાનું તેમનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે સ્વીકાર્યું હતું કે, સહકાર ક્ષેત્ર સામે ખર્ચનો મોટો પડકાર હતો, પરંતુ આ સમિટ તેના માટે ઘણી ફાયદાકારક સાબિત થશે. તેમણે આઝાદીના 100 વર્ષમાં ભારતને દરેક ક્ષેત્રે પ્રથમ સ્થાને લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સહકાર ક્ષેત્રના મહત્ત્વના નિર્ણયો અને જાહેરાતો
- શાહે નાબાર્ડ દ્વારા શરૂ કરાયેલા 'સહકાર સારથી'ના યોગ્ય ઉપયોગની પ્રશંસા કરી અને જણાવ્યું કે તમામ ઓનલાઈન સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવાઈ છે. નાની બેંકોએ પણ પોતાની વેબસાઇટ બનાવવાની રહેશે.
- ગ્રામીણ બેંક, અર્બન બેંક અને ખેતી બેંકને એક જ છત્રી નીચે લાવવાનો પ્રયાસ કરાશે.
- ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે, જેથી અર્થતંત્રને કોન્ટ્રીબ્યુટર બનાવી શકાય.
- દેશના 49 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જે લોકો માટે ફાયદાકારક થશે.
- સહકાર ટેક્સી સેવા લોન્ચ કરવામાં આવી છે, જે સમગ્ર દેશમાં શરૂ થશે (હાલમાં દિલ્હીમાં 51 હજાર ડ્રાઇવર રજિસ્ટર). ઉપરાંત, કો-ઓપરેટિવ ઇન્શ્યોરન્સ સેવા પણ શરૂ કરાશે અને દરેક ગામમાં ૩ યુવાનોને આ કામગીરી સોંપાશે.
અમિત શાહે અંતમાં કહ્યું કે, નાબાર્ડે સાચા અર્થમાં એક ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે અને સહકારિતા કલ્પવૃક્ષ સમાન છે.
