ફ્ળ અને શાકભાજી પરિરક્ષણનો તાલીમ કાર્યક્રમ- 27 જેટલી મહિલાઓએ ફ્ળ-શાકભાજીની જાળવણીની તાલીમ અને વેલ્યુ એડિશનથી સ્વાવલંબી બનવા અંગેનું માર્ગદર્શન મેળવ્યું. રાજ્ય સરકારના બાગાયત ખાતાએ વિવિધ તાલીમ યોજનાઓનો લાભ વધુને વધુ મહિલા શક્તિને પહોંચાડીને મહિલા આત્મનિર્ભરતાનો સરાહનિય અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર ફ્ળ અને શાકભાજી પરિરક્ષણ અંગેનો 2 દિવસીય તાલીમ કાર્યક્રમ ગાંધીનગરમાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેર અને જિલ્લાની 27 જેટલી તાલીમાર્થી બહેનોને આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ફ્ળ અને શાકભાજીની વિવિધ બનાવટો, સ્ક્વોશ, જામ, કેચપ અને અથાણાં બનાવવા અંગેની થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

તાલાલાનાં રમળેચી ગામે ગૌમાતાને પીવાના પાણીના અવેડા માટે 2.21લાખનું દાન અર્પણ









