ગ્રામ પંચાયતોના ઓડિટ (Audit) અને પેન્ડિંગ પેરાના મુદ્દે ગુજરાતના પંચાયત વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી ગ્રામ પંચાયતના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામ પંચાયતોના ઓડિટ માટે જરૂરી દસ્તાવેજો સમયસર રજૂ ન થવાના કારણે ઓડિટ પેરા પેન્ડિંગ રહે છે. આ પેન્ડિંગ પેરાનો મુદ્દો અવારનવાર વિધાનસભા સુધી પહોંચતો હોવાથી ગંભીર સ્થિતિ સર્જાય છે. પંચાયત વિભાગે પોતે જ આ પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી છે.
ગ્રામ પંચાયતોના ઓડીટને લઈ મોટા સમાચાર
વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, હવેથી ગ્રામ પંચાયતોએ ઓડિટ માટે તમામ આવશ્યક દસ્તાવેજો સમયસર રજૂ કરવા પડશે. જો કોઈ કર્મચારી દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવશે નહીં અથવા તેમાં વિલંબ કરવામાં આવશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.










